કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારના નારાણપર ગામના વાડી વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ ભુજ


પોલીસ મહાનિરીક્ષકશ્રી જે. આર. મોથાલિયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકસરી સૌરભ સિંઘ સાહેબ નાઓએ દારૂ તેમજ જુગારની બધી નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એચ.એમ.ગોહિલનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. દરમ્યાન આજરોજ પોલીસ સબ ઇન્સપેકટરશ્રી આઇ.એચ. હિગોંરા તથા એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ કોઠારા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, નારાણપર ગામની ઊગમણે નદીને કાંઠે આવેલ દેવેન્દ્રસિંહ ગજુભાની કબ્જા ભોગવટાની વાડીમાં આવેલ ઓરડીમાં કોટાયા તા. માંડવી ખાતે રહેતો હરી હરજી ગઢવીએ ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખેલ છે, અને આ વિદેશી દારૂનું વેચાણ કરે છે અને હાલે તેની આ પ્રવૃતિ ચાલુમાં છે. જે મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી હકીકત મુજબની જગ્યાએ રેડ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો નીચે મુજબનો મુદામાલ મળી આવેલ. ભારતીય બનાવટના વિદેશી દારૂની વિગત મેકડોવેલ વ્હીસ્કી 750 એમ.એલ. ની કાચની સીલબંધ બોટલ નંગ 480 કી. રૂ. 1,68,000, નાઈટ બ્લુ વ્હીસ્કી 750 એમ.એલ.ની કાચની સીલબંધ બોટલો નંગ 1488, કી. રૂ.5,20,800, રોયલ ચેલેન્જ વ્હીસ્કી 750 એમ.એલ.ની કાચની સીલબંધ બોટલો નંગ 360 કી. રૂ. 1,87,200, બ્લેન્ડર પ્રાઈપ વ્હીસ્કી 750 એમ.એલ.ની કાચની સીલબંધ બોટલો નંગ 48 કી.રૂ. 24,960, મેકડોવેલ વ્હીસ્કી 375 એમ.એલ.ની કાંચની સીલબંધ બોટલો નંગ 1176 કી.રૂ.2,05,800, ટુ બર્ગ બીયરના ટીન નંગ 1680, કી.રૂ.1,68,800 અન્ય એક મુદામાલ મોબાઈલ ફોન નંગ 1 કી.રૂ.5,000 એલ કુલ કી.રૂ.12,74,760નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો. હાજર મળી આવેલ ઈસમ દેવેન્દ્રસિંહ ગજુભા જાડેજા રહે ગામ નારાણપર (વીંઝાણ). તા. અબડાસા. હાજર નહીં મળી આવેલ ઈસમ હરી હરજી ગઢવી, રહે. કોટાયા, તા. માંડવી. એમ કુલ કી.રૂ.12,79,760 ના પ્રોહીના મુદામાલ સાથે રેડ દરમ્યાન હાજર મળી આવેલ ઈસમ દેવેન્દ્રસિંહ ગજુભા જાડેજા,રહે. ગામ નારાણપર (વીંઝાણ). તા. અબડાસા. હાજર નહીં મળી આવેલ ઈસમ હરી હરજી ગઢવી, રહે. કોટાયા, તા. માંડવી.બંને વિરૂધ્ધ કોઠારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.