વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં બાઇકની તસ્કરી કરનાર ઈસમની અટક


વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં બાઇકની તાસકરી કરનારા ઈસમને એલસીબીએ વાઘોડીયાના આમોદર ગામ પાસેથી પકડી પાડ્યો હતો. એલસીબીને બાતમી મળી હતી કે એક ઈસમ તસ્કરીની બાઇક વેચવા માટે વડોદરા તથા વાઘોડીયા નજીકના ગામડાઓમાં ફરી રહ્યો છે, જેથી પોલીસે આમોદર ગામના બસ સ્ટેન્ડ પાસેથી વોચ ગોઠવીને તસ્કરીની બાઇખ સાથે જાવેદ હાજી સાંઘને પકડી પાડ્યો હતો. પોલીસે તેની પાસેની બાઇકની પોકેટકોપ એપ દ્વારા તપાસ કરતાં તે રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની વધુ પુછપરછ કરતાં તેણે આમોદર પાસે પવલેપુર ગામ તરફ જવાના રોડ પર બાવળની ઝાડીઓમાં વડોદરા શહેરમાંથી ચોરેલી 2 બાઇક છુપાવી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે બંને બાઇક જપ્ત કરી હતી. આ બંને બાઇક તેણે છ સાત મહિના પહેલા ફતેગંજ પોસ્ટ ઓફિસ પાસે તથા બીજી બાઇક બંસલ મોલ પાસેથી ચોરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તસ્કરીની ત્રણ બાઇક જપ્ત કરી વધુ તજવીજ શરૂ કરી હતી.