મહેસાણામાં મોબાઈલ એપ પર સટ્ટો રમાડતો ઈસમ પકડાયો

મહેસાણાની રાધનપુર ચોકડી ઉપર જનપથ હોટલ પાસે વિકાસ ટાયર્સની આગળ ખુલ્લી જગ્યામાં બેસીને ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન સ્ટાર્સ અને એડીલેડ સ્ટ્રીકર વચ્ચેની ટી20 મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમાડતા ઈસમને બી ડીવીઝન પોલીસે પકડી પાડ્યો હતો. બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે જનપથ હોટલની બાજુમાં વિકાસ ટાયર્સની દુકાનની આગળ ખુલ્લી જગ્યામાં મોબાઈલ પર ક્રિકેટ સટ્ટાની એપની મદદથી સટ્ટો રમાડતા કનૈયાલાલ ભગવાનદાસ પટેલ રહે. આસ્થાવિહાર ફ્લેટ, એરોડ્રામ રોડ, મહેસાણાવાળાને પકડી પાડીને તેની પાસેથી 5 હજારનો મોબાઈલ અને રૂપિયા 380ની રોકડ મળીને કુલ રૂ.5,380 નો મુદ્દામાલ કબ્જે કરીને તપાસ કરી હતી.