સેથળી ગામની સીમમાંથી જુગાર રમતાં 7 ઇસમો ઝડપાયા

બોટાદ તાલુકાના સેથળી ગામની સીમમાં પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી પૈસાની હારજીતનો જુગાર રમતા 7 શખ્સોને રૂ.17,040 નાં મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી છે.બોટાદ પોલીસ સ્ટાફના રાજેશભાઈ ધરજીયા, હસમુખભાઈ મેખીયા, મનોજભાઈ મેર, જીતેશભાઈ જતાપરામાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે બોટાદ તાલુકાના સેથળી ગામે આવેલ ઘનશ્યામભાઈ બાબુભાઈ ઝૂલાસણાની વાડી પાસે બપોરના અરસામાં દરોડો પાડી જાહેરમાં પૈસાની હારજીતનો ગંજીપાના વડે જુગાર રમતા 7 શખ્સોને રૂ.17,040ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. આ દરોડા દરમિયાન પોલીસે ભરત જીલુભાઈ ધાધલ, મુકેશ ભૂપતભાઈ માળોદિયા, ઘનશ્યામ બાબુભાઈ ઝૂલાસણા, રાજુ ઉર્ફે જુગનુ જગજીવનભાઈ ઠોળીયા, હાર્દિક ઉર્ફે ચોટી ધીરૂભાઈ માળોદિયા, સંજય મનુભાઈ માળોદિયા અને અજિત રાયસંગભાઈ કોળી તમામ રહે.સેથળી તા. બોટાદ ને પકડી પાડીને બોટાદ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારાનો ગુનો નોંધી વધુ તજવીજ એ.એસ.આઈ. મધુભાઈ ગાંગડે ચલાવી રહ્યા છે.