ભીલાપુર પાસે છોટા હાથીમાં દારૂ સાથે સગીર સહિત 2 ઝડપાયા

છોટા હાથી ટેમ્પામાં દારૂ ભરીને કેટલાક ઈસમ બોડેલીથી વડોદરા તરફ જઇ રહ્યા છે. તેવી બાતમીથી પોલીસે ભીલાપુર ગામ પાસે વોચ ગોઠવી છોટા હાથી ટેમ્પોમાંથી દારૂ-બિયરની 103 બોટલ (કિંમત રૂ.43,875 રૂપીયા) મળ્યો હતો. પોલીસે ટેમ્પામાંથી સંજય સુર્યકાંત ડીંગે તથા સગીર વયના ઈસમને પકડી પાડ્યો હતો . દારૂનો આ જથ્થો વડોદરાના હિતેશ બદલાભાઇ ઓડે મંગાવ્યો હોવાનું બહાર આવતાં પોલીસે હિતેશ ઓડ સામે પણ ગુનો દાખલ કરી તેની શોધખોળ આદરી હતી.