રાજુલા તાલુકાના ડુંગર નજીક ટ્રેકટર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મૃત્યુ

રાજુલા તાલુકાના ડુંગર પાસે ટ્રેકટર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા સાજણવાવના યુવકને ગંભીર ઇજા થતાં તેનુ મૃત્યુ નિપજયું હતુ. અકસ્માત સર્જી ટ્રેકટર ચાલક નાસી ગયો હતો. યુવકની લાશને પીએમ માટે મહુવા દવાખાને ખસેડાઇ હતી.અહીના સાજણવાવમા રહેતા નકલેશભાઇ બહાદુરભાઇ ભુરીયા નામનો યુવાન ડુંગર ગામે મજુરી કામ કરી રીક્ષા નંબર જીજે 05 બી ડબલ્યુ 8150ના બેસીને સાજણવાવ પરત ફરી રહ્યો હતો. ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રેકટરના ચાલકે રીક્ષા સાથે અકસ્માત સર્જયો હતો.અકસ્માત સર્જાતા નકલેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે મહુવા દવાખાને ખસેડાયો હતેા. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત સર્જી ટ્રેકટર ચાલક નાસી ગયો હતો. બનાવ અંગે દિલીપભાઇ ભુરીયાએ ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે.