ભાવેશ્વર નગરમાં દુકાનનું શટર ઉંચુ કરીને 40 હજારની તસ્કરી


ભુજના ભાવેશ્વરનગરમાં કરિયાણાની દુકાનનો વેપારી શટર પાડીને બાથરૂમ ગયો ને, પાંચ જ મીનીટમાં દુકાનનું શટર ઉંચું કરી ગલ્લામાંથી રૂપિયા 40 હજાર રોકડની તસ્કરી કરી ફરાર થઇ ગયો હતો. પડદાપીઠ હનુમાનજીના મંદિર પાસે રહેતા દુકાન ચલાવતા વેપારી પરષોતમભાઇ મોરારજીભાઇ ઠકકરે ફરિયાદમાં જણાવ્યું કે, બનાવ મંગળવારે સાંજના અરસા દરમિયાન પાંચ જ મીનીટમાં બન્યો હતો.વેપારી બાથરૂમ માટે ગયા ત્યારે દુકાનનું શટર પાડીને ગયા હતા. દરમિયાન કોઇ અજાણ્યા ઇસમે તેમની દુકાનનું શટર ખોલીને દુકાનના ગલ્લામાં પડેલા રોકડા રૂપિયા 40 હજારની તસ્કરી કરી નાસી છૂટ્યો હતો. દરમિયાન દુકાન પાસે કોઇ અજાણ્યો ઈસમ આંટાફેરા કરતો હોવાનું અને રેકી કર્યા બાદ તસ્કરે તકનો લાભ લીધો હતો. સીસીટીવી કેમેરા નજીકમાં ન હોવાથી તસ્કર કોણ હતો. તેનો કોઇ શુરાગ હાથ લાગ્યો નથી જેથી પોલીસે તપાસ તેજ કરી છે.પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.