ધાનેરા પોલીસે તસ્કરીના બે વાહનો સાથે ચારને પકડી પાડ્યા


ધાનેરા પોલીસે ચોરાયેલી ઈકો સાથે રાજસ્થાનના શખ્સને અને નેનાવા ચેકપોસ્ટેથી ચોરીના બાઈક સાથે ત્રણ ઈસમને પકડી વાહનો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.પી.આઈ.બી.વી.પટેલ સહિત સ્ટાફને વાહન તસ્કરીની તપાસ સોંપવામાં આવતા તેઓએ તજવીજ હાથ ધરી હતી. ત્યારે તેમને બાતમી મળેલ કે ઇક્કો જીજે 01 એચઝેડ 6609 ની રાજસ્થાનના પુર ગામે ચરેડામાં પડેલ છે. જેથી આ ટીમ દ્વારા તે જગ્યાએ જતા ચોરાયેલી ઇક્કો ગાડી મળી આવી હતી અને એક ઈસમ હિંમતકુમાર ધોકલારામ વિશ્નોઈ મળી આવતા તેની પુછપરછ કરતાં આ ઇક્કો ગાડી તસ્કરી કરી છે. જેથી પોલીસે ઇક્કો ગાડી તસ્કરી કરવા માટે વપરાયેલ સ્વીફ્ટ ગાડી નંબર જીજે 05 જેઇ 1666 ની પણ જપ્ત કરેલ છે. જેથી હિંમતકુમાર ધોકલારામ વિશ્નોઈને તસ્કરીમાં ગયેલ મુદ્દામાલ કિંમત 3,લાખ સાથે ધાનેરા પોલીસ સ્ટેશને લઇ આવી તેની સામે કાયદેસરની તપાસ કરવામાં આવેલ છે.જ્યારે પોલીસ સ્ટાફ તસ્કરીની તપાસમાં નેનાવા ચેકપોસ્ટ ખાતે તપાસમાં હતો. ત્યારે એક બાઇક ઊભું રખાવી તપાસ કરતાં આ બાઇક ચોરાયેલા હોવાનું જાણવા મળતા બાઇક નંબર જીજે 08 બીઇ 6482 ના સવારને પકડી ઉલટ તપાસ કરતાં આ બાઇક તસ્કરીનું હોવાનું જણાવ્યું હતું. જેથી ધાનેરા પોલીસે સાહિલખાના ઉમરખાના પઠાણ, વિનોદકુમાર જગદીશચંદ્ર આચાર્ય અને સ્વરૂપારામ ભીમારામા સુથારાને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે.