મોરબીના અમરેલી ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાનો આથો પકડાયો

મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમાંથી પોલીસે દેશી દારૂ બનાવવાનો આથાનો જથ્થો પકડી પાડીને એક શખ્સની અટક કરી છે. મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન બાતમીને આધારે અમરેલી ગામની સીમમાં દરોડો કર્યો હતો. જેમાં શખ્સ ધનાજી સવજી મકવાણા વાળાના કબજામાં રહેલ નાના મોટા બેરલમાં ભરેલ દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૬૫૦ કિંમત રૂ.૧,૩૦૦ સહીત ૧૬૦૦ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો છે અને શખ્સ ધનાજી મકવાણાને પકડી પાડીને કાયદેસર તજવીજ હાથ ધરી છે.