નિરોણા પોલીસે ચંદ્રનગરની સિમમાંથી દેશી શરાબની ભઠ્ઠી પકડી.
નિરોણા તા. ૨૫ : શરાબ અને જુગાર જેવી બદી સમાજમાથી દૂર થાય તેવા હેતુથી પોલીસ દ્વારા પ્રોહી ડ્રાઈવ રાખવામા આવ્યો હતો. આવી ડ્રાઈવ દરમ્યાન આજે ચંદ્રનગરની સિમમાંથી દેશી શરાબની ભઠ્ઠી પર રેઈડ પાડી હતી. નિરોણા પોલીસ મથકે આપેલી માહિતી મુજબ ઉપરી અધિકારીઓના માર્ગદર્શન-સૂચના અનુસાર નીરોણાના પીએસઆઈ પી. કે. નાઈને જાણકારી મળતા હે.કો. અર્જુનભાઈ ,પો.કો. હર્ષલભાઈ , કેતનસિંહ ,મહેશભાઈ તથા રજાકભાઈની ટીમ બનાવી ચંદ્રનગરની ટીમમાં દખણાદી બાજુ લગધીરસિંહ જામખા સોઢાની દેખરેખ હેઠળની જ્ગ્યા પર ધમધમતી દેશી શરાબની ભઠ્ઠી પર રેઇડ પાડી હતી. જ્યાથી દેશી શરાબ અને આથો કબ્જે લઈ પ્રોહી એક્ટ તળે ગુન્હો દાખલ કરી કાર્યવાહી આદરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.