ખીજડિયા બાયપાસ પાસેથી દારૂ સાથે 1 ઈસમ ઝડપાયો


જામનગર-ખીજડિયા બાયપાસ પાસેથી પંચકોષી એ ડિવિઝન પોલીસે જામનગરમાં પ્રતાપનગર વિસ્તારમાં રહેતાં ઈસમને બે બોટલ દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે શેખપાટ ગામના પાટિયા પાસેથી હાપા ખારી વિસ્તારમાં રહેતાં એક ઈસમને પોલીસે એક બોટલ દારૂ સાથે ઝડપી પાડ્યો છે. ખીજડિયા બાયપાસ પાસે પોલીસ ચેકપોસ્ટ પર રાત્રિના અરસામાં ચેકીંગ દરમિયાન પરમીટ વગર દારૂની બે બોટલ લઇ નિકળેલા ઇન્દ્રવિજયસિંહ કિર્તીસિંહ જાડેજા નામના ઈસમને પંચકોષી એ ડિવિઝન પોલીસે આંતરી લીધો હતો. જેમાં આ ઈસમના કબ્જામાંથી રૂપિયા 1000ની કિંમતનો દારૂ જપ્ત કરી પ્રોહિબીશન ધારા મુજબ તપાસ કરવામાં આવી હતી. જ્યારે રાજકોટ ધોરીમાર્ગ પર શેખપાટ ગામના પાટિયા પાસેથી પોલીસે હાપા ખારી વિસ્તારમાં રહેતાં રણજીત રાજારામ સૂર્યવંશી નામના ઈસમને આંતરી લીધો હતો. આ ઈસમના કબ્જામાંથી પોલીસે એક બોટલ દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે આ ઈસમની સામે પ્રોહિબીશન ધારા મુજબ તપાસ કરી હતી.