જૂનાગઢમાં પતંગ, દોરા માંગવાની વાત બાબતે છરી અને પાઇપ વડે હુમલો

જૂનાગઢ શહેરમાં પતંગ અને દોરા માંગવાની કોઈ વાતને લઈ મારામારી થતા પોલીસ ફરિયાદ લખાવાઈ છે. દુબળી પ્લોટ વિસ્તારમાં રહેતા વિકી ઉર્ફે કિશોર દલસુખભાઈ સોલંકીએ લખાવેલી ફરિયાદ મુજબ, તેમજ આદિત્ય અને કાનો ભુપત નામના ઇસમો વિકી પાસે પતંગો અને દોરા માંગતા હોય જે આપવાની ના પાડતા કાનાએ છરી અને આદિત્ય, કાના ભુપતે પાઇપ વડે હુમલો  કર્યો હતો. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત બાઈકમાં નુકસાન કરતા પોલીસ ફરિયાદ લખાવાઇ હતી. જ્યારે અભિષેક ઉર્ફે કાનો મનોજભાઈ વઘેરાએ લખાવેલી ફરિયાદ મુજબ, અભિષેકે વિકી ઉર્ફે કાના પાસે પતંગો માંગતા ના પાડી હતી અને સામસામી બોલાચાલી થઈ હતી. આ સમયે રાકેશ આવી જતા અભિષેક અને આદિત્યને પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં કેતન વિરૂદ્ધ પણ ગુનો દાખલ થયો હતો.પોલીસે બંન્ને પક્ષની ફરિયાદના આધારે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ મકરસંક્રાંતિ નિમિતે પતંગ અને દોરા માંગવાની કોઈ વાતને લઈ મારામારી થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.