આનંદ નગર ખાતે ઘરમાં જુગાર રમાડતા ઈસમ સહિત 8 ઇસમો પકડાયા, શખ્સોઓ પાસેથી 94 હજારનો મુદ્દામાલ કબ્જે


ભરૂચના સિદ્ધનાથ નગર પાસે આવેલાં આનંદ નગર ખાતે રહેતો મોહંમદ ઇમરાન શબ્બીર મિયાગામવાલા તેના ઘરમાં જ લોકોને બોલાવી જુગાર રમાડે છે. જેના પગલે ટીમે તેના ઘરે દરોડો પાડ્યો હતો. ટીમે મોહમદ ઇમરાનના ઘરે પહોંચતાં તેનો દરવાજો સહેજ ખુલ્લો હોઇ અચાનક અંદર પ્રવેશ કરી જુગાર રમતાં મોહમદ ઇમરાન મિયાગામવાલા સહિત મોહમદ નિઝામ ઇકબાલ બિસ્કિટવાલા, મોહંમદ સોહેલ શબ્બીર હૂસેન ઘડીયાળી, પીરમોહંમદ લાડુ, મોહમદ અકરમ ફ્રુટવાલા, મોહસીન હૂસેન અબ્દુલ રહીમ લાલ, મુસ્તકીન ગુામ ભામજ તેમજ મિયામોહંમદ યુસુફ લોખંડવાલા નામના જુગારિયાઓને પકડી પાડ્યાં હતાં. ટીમે તેમની પાસેથી રોકડા રૂપિયા 21 હજાર, 7 મોબાઇલ તેમજ 3 બાઇક મળી કુલ 94 હજારની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી બધા વિરૂદ્ધ ગુનો દાખલ થયો હતો.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.