ગળપાદરમાં ચોરાઉ બાઇક સાથે એલસીબીએ 2 સાગરીતોની અટક કરી


ગાંધીધામમાંથી 10 દિવસ પહેલાં બાઇક તસ્કરી કરનાર બે શખ્સોને એલસીબીની ટીમે ગળપાદરના તળાવ પાસેથી ઝડપી લીધા હતા. બાઈક તસ્કરીની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહી હતી. એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે.એન.સોલંકીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે ગાંધીધામથી 10 દિવસ પહેલાં બાઇક તસ્કરી કરનાર બે શખ્સો ગળપાદર તળાવ પાસે હોવાની મળેલી બાતમીના આધારે ગળપાદરના શાંતિધામ રહેતા અમિત લાલચંદ ચૌહાણ અને જાવેદ અબ્દુલા સુમરાને રૂ.16,000 ની કિંમતની ચોરાઉ બાઇક સાથે ઝડપી પાડ્યા હતા. બન્ને શખ્સોએ આ બાઇક તેમણે તસ્કરી કરી હોવાની કબૂલાત આપી હતી. વધુ તપાસ માટે શખ્સોઓ એ-ડિવિઝન પોલીસને સોંપાયા હતા.સ તત વધી રહેલી વાહન તસ્કરીની ઘટનાઓ વચ્ચે બાઈક ચોર પકડાતાં રાહત જરુર થઈ હતી, પરંતુ પોલીસ આજ રીતે સીંકજો કસી રાખે તેવો સુર પણ સામાન્ય વર્ગમાં ઉઠવા પામ્યો હતો. સમગ્ર કચ્છમાં બાઇક તસ્કરીના બનાવોમાં વધારો થયો છે, ત્યારે ગાંધીધામ એલસીબીની ટીમ દ્વારા 10 દિવસ અગાઉ થયેલી બાઇક તસ્કરીના ભેદ ઉકેલી લીધો હતો.