નખત્રાણાના રતડીયા ફાટક નજીક વાયર તસ્કરી કરતાં પાંચ શખ્સો ઝડપાયા

નખત્રાણા અને અબડાસા પંથકમાં કેબલ તસ્કરીના બનાવોમાં ભારે ઉછાળો આવ્યો છે. ત્યારે તસ્કરીના કેબલ વાયરનો જથ્થો ભુજ વેંચવા જઇ રહેલા પાંચ શખ્સોને રતડીયા ફાટક નજીક પોલીસે ઝડપી પાડ્યા હતો. 1.80 લાખના કેબલ વાયર, 75 હજારનો છકડો અને મોબાઇલ જપ્ત કરી આગળની તજવીજ હાથ ધરી હતી. કેબલ તસ્કરીના સબંધે પોલીસ પેટ્રોલિંગમા હતી. ત્યારે તસ્કરીના કેબલ વાયરનો જથ્થો વેંચવા માટે ભુજ જઇ રહેલા પાંચ શખ્સોને છકડા સાથે રતડીયા ફાટક પર પોલીસે ઉભા રખાવ્યા હતા. ઇમરાન અજીજ ચાકી, મામદ કરમખાન જત, સુમાર અમધા જત, ઇભરામ હુશેન જત અને હાજી ઇશા મામદ જત વાળાની પુછપરછ હાથ ધરતા વિગોડી સીમમાંથી કેબલની તસ્કરી કરી ભુજ વેંચવા માટે જઇ રહ્યા હતા. પોલીસે એક હજાર મીટર એલ્યુમિનીયમ વાયર કિંમત 1,80,000, એક છોટા હાથી છકડો કિંમત 75 હજાર અને મોબાઇલ કિંમત સાત હજાર મળી કુલ 2.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.