સિવિલ હોસ્પિટલ પાછળ રિક્ષાની ટક્કરથી બાઈકચાલકનું મૃત્યુ


જેમાં સાંજના અરસામાં સિવિલ હોસ્પિટલ પાછળ રિક્ષાની ટક્કરથી બાઇક ચાલકનું મૃત્યુ થયું હતું. અકસ્માત કર્યા બાદ રિક્ષા મૂકીને ડ્રાઈવર રફુચક્કર થઈ ગયો હતો. આ કેસની વિગત એવી છે કે, મેઘાણીનગરમાં ગુજરાજ હાઉસીંગ બોર્ડના મકાનમાં મામાને ઘરે રહેતા મોહિતભાઈ બુદાદેવ વર્મા સાંજના અરસામાં મિત્રને મળવા જવાનું કહીને ઘરેથી બાઇક લઈને ગયા હતા અને સાંજના અરસામાં સિવિલ હોસ્પિટલ પાછળ ન્યુ મેન્ટલ ચાર કોર્નરપાસે પૂર ઝડપે આવી રહેલી રિક્ષાના ડ્રાઈવરે પોતાના વાહનના સ્ટેયરીંગ કાબૂ ગુમાવી બેસતા બાઇકને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે યુવકને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હી. જેથી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો દાખલ કરીને રિક્ષાના નંબર આધારે તેની અટક કરવાની તજવીજ હાથ ધરી છે.