શ્વાસની બીમારીથી ત્રસ્ત બનીને ઝેરી દવા પી લેનારા માંડવીના આધેડ આજે અંતિમ શ્વાસ લીધા.
ભુજ ,તા. ૨૬ :પોતાની શ્વાસની બીમારીથી ત્રસ્ત બનીને ઝેરી દવા પીનારા માંડવી શહેરના નવીન વ્રજલાલ શાહ (ઉ.વ. ૭૪ )એ સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા. માંડવીમાં ભૂતડાવાડી વિસ્તારમાં રહેતા અને નિવૃત જીવન ગાળતા નવીનભાઈ શાહે ગત તા.૨૦ મીના સવારે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. આ પછી તેમને સ્થાનિકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન ગત રાત્રે તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે માહિતી આપતા વધુમાં જણાવ્યુ હતું કે.આ વયોવૃદ્ધને શ્વાસની બીમારી હતી લાંબા સમય આ દર્દથી કંટાળીને તેમણે આ આત્મઘાતી પગલું લીધું હતું. તેવું કારણ પરિવારજનોએ લખાવ્યું છે. માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.