ભાંખરના હત્યાના ગુનામાં 5 વર્ષથી નાસતા ફરતા ઈસમને પકડી પાડ્યો


ઊંઝા તાલુકાના ભાંખર ગામના હત્યા કેસમાં 5 વર્ષથી નાસતા ફરતા ઈસમને મહેસાણા એલસીબીએ નાગલપુરના વાળીનાથ ચોકમાંથી પકડી પાડી ઊંઝા પોલીસને સોંપ્યો હતો.મહેસાણા એલસીબી પીઆઈ એ.એમ. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.બી. ઝાલા તેમજ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે સમયે એસ.બી.ઝાલાને મળેલી બાતમીના આધારે વર્ષ 2017માં ઊંઝાના ભાંખર ગામમાં થયેલી હત્યાના કેસમાં નાસતા ફરતા સૈયદ મૈયુદ્દીનમિયા ઉર્ફે નોળીયો નુરઅલી મુજાતમિયાં (રહે. ઉગમણો વાસ, ભાંખર)ને મહેસાણાના નાગલપુરના વાળીનાથ ચોક પાસેથી પકડી પાડ્યો હતો. જેને ઊંઝા પોલીસને સોંપવામાં આવ્યો હતો.