જુનાગઢમાં જુગાર રમતી 8 મહિલાઓ પકડાઈ


જુનાગઢ તાલુકાની હદમાં ખામધ્રોળ રોડ રાજમોતી પાર્ક સોસાયટી ખાતે જાહેરમાં જુગઠુ ખેલતી આઠ મહિલાઓ અને એક પુરૂષને તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની તજવીજ હાથ ધરી હતી. ગત સાંજના અરસામાં તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે ખામધ્રોલ રોડ રાજમોતી પાર્ક સોસાયટીમાં જાહેરમાં જુગઠુ ખેલતા રસીલાબેન અરજણ જીભરાઈ, સંગીતાબેન અનીલભાઈ માવદીયા, મીનાક્ષીબેન ઉર્ફ મીના વલ્લભભાઈ સીંગડીયા, રમાબેન મોતીભાઈ જોલાપરા, સંગીતાબેન ઉર્ફે સતીબેન વીરજી ચાવડા, ભાવીકાબેન ગીરીશભાઈ માવદીયા, નીમુબેન આણંદભાઈ અપારનાથી, પ્રસન્નબેન બહાદુરસિંહ ભનુભા વાઘેલા અને લખમણભાઈ ખીમજી વાઢીયાને રોકડ રૂ.10,260 સાથે ઝડપી પાડીને ધોરણસરની તજવીજ હાથ ધરી હતી.