લશ્કરી મથકના દ્વાર પર લાગેલા 86 હજારના CCTVકેમેરાની તસ્કરી


ભુજ શહેરમાં આરટીઓ સર્કલ પાસેના આર્મી કેમ્પસમાં સુબેદાર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા અને આર્મી કેમ્પસના ચોકી ગેઇટ 1થી 4નું સુપરવિઝન કરતા ગુનાસેકરન નટરાજન (ઉ.વ.47)ની ફરિયાદને ટાંકીને બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે, તસ્કરીનો બનાવ બપોરના અરસા થી બીજા દીવસના સવારના અરસા દરમિયાન બન્યો હતો. ફરિયાદી બપોરના અરસામાં ચેકિંગમાં નીકળ્યા. ત્યારે ચાર્યે ગેઇટ પર લાગેલા સીસીટીવી કેમેરા સલામત હતા. દરમિયાન બીજા દિવસના સવારના અરસામાં ચેકિંગ દરમિયાન ગેઇટ નંબર બે પર લાગેલો સીસીટીવી કેમેરાને કોઇ તસ્કરી કરી ગયું હોવાનું સામે આવ્યું હતું. જેથી ગેઇટ પર લાગેલા ઓટો આઇ, પી-5000 આઇ મોડલનો સીસીટીવી કેમેરો કિંમત રૂપિયા 84,730ની કિંમતનો અજાણ્યો ઈસમ તસ્કરી કરી ગયો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લખાવી હતી. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.