માળિયા હાઈવે પર અજાણ્યા ટ્રકની ઠોકરે બાઈકસવાર યુવાનનું મૃત્યુ

માળિયા હાઈવે પરથી બાઈકમાં પસાર થતા શ્રમિક યુવાનના બાઈકને અજાણ્યા ટ્રકચાલકે હડફેટે લીધું હતું. જે અકસ્માતમાં એક યુવાનને ઈજા પહોંચી છે. તો એક યુવાનનું મૃત્યુ નીપજયું છે. માળિયાના ખીરઈ ગામના રહેવાસી સવજીભાઈ તેરસિંગભાઈ વસાવાએ પોલીસ ફરિયાદ લખાવી છે કે તેના બાઈક જીજે ૧૩ પીપી ૩૩૩૪ લઈને જતા હોય ત્યારે કંડલા મોરબી હાઈવે રોડ પર અજાણ્યા ટ્રકચાલકે પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં ફરિયાદી સવજીભાઈ વસાવાને ઈજા થઈ હતી અને પાછળ બેસેલ કાન્તીભાઈ કિનશાહ વસાવા (ઉ.વ.૨૫) વાળા યુવાન પર પાછળનું ટાયર ચડાવી દેતા મૃત્યુ નીપજયું હતું. અજાણ્યો ટ્રકચાલક ટ્રક લઈને નાસી છૂટ્યો હતો. માળિયા પોલીસે અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તજવીજ ચલાવી છે.