ખોજાનાકા નજીક ઘોડિપાસાનો જુગાર રમતા ત્રણ ઝડપાયા : બે ફરાર


જામનગરના ખોજાનાકા નાયક ખાઈવાળી ગલીમાં જમાતખાનાની બાજુમાં જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે બે ફરાર થઈ ગયા હતા. શહેરના ખોજાનાકા નજીક ખાઈવાળી શેરીમાં જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમાય છે એવી બાતમીના આધારે સિટી-એ પોલીસે દરોડો પાડ્યો હતો. ઘોડિપાસા વડે જુગાર રમતા ખોજાગેઇટ લાલખાણમાં આવેલી રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં રહેતા શબીર ગુલામહુશેન સુમરા, ખોજાનાકા બહાર વાંઢાના ડેલામાં રહેતા યુસુફ શેખ અને ખોજા ધર્મશાળા નજીક રહેતા રહીમ બશીર અભવાણી આ ત્રણેયને રોકડા 2440 અને પાસા સાથે ઝડપી પાડ્યા હતા. દરોડા વખતે શંકરટેકરી પાણીના ટાંકા નજીક રહેતો ઈંડાકળીવાળો હુશેન અને ઢોલીયાપીરની દરગાહ પાસે રહેતો સલીમ ઉર્ફે ગંધુક યુસુફ ખીરા આ બંને શખ્સો નાશી ગયા હતા. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.