મોરબીના સોખડા પાસે કારની ટક્કરે બાઈકસવાર દંપતીને ઈજા થઈ

મોરબી માળિયા હાઈવે પરથી બાઈક પર સવાર દંપતીને કાર ચાલકે પાછળથી ટક્કર મારી હતી જે અકસ્માતમાં બાઈક સવાર દંપતીને ઈજા પહોંચી હતી તો અકસ્માત બાદ કાર લઈને કારચાલક ફરાર થયો હતો. મોરબીના નજરબાગ સામે ગાંધી સોસાયટીમાં રહેતા મનસુખભાઈ નથુભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે કે માળિયા હાઈવે રોડ પર સોખડા ગામના પાટિયા પાસેથી બાઈક લઈને જતા હોય. ત્યારે કાર જીજે ૦૩ સીઆર ૬૧૮૦ ના કારચાલકે કાર પૂરઝડપે ચલાવી ફરિયાદી મનસુખભાઈ મકવાણાના બાઈક જીજે ૩૬ કયું ૨૫૦૧ ને પાછળથી અથડાવી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં ફરિયાદી મનસુખભાઈ મકવાણા અને તેના પત્ની ગૌરીબેનને ઈજા પહોચી હતી અને અકસ્માત બાદ કાર લઈને ચાલક ત્યાંથી ફરાર થયો હતો. મોરબી તાલુકા પોલીસે કારચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે.