સયાજીનગરી ટ્રેનમાથી ગુમ થયેલ પિતા -પુત્રની તપાસ રેલ્વે પોલીસે જારી રાખી હતી.
ભુજ તા. ૨૬: સયાજીનગરી ટ્રેન મારફતે ભુજ થી વલસાડ જવા નીકળ્યા બાદ ગુમ થયેલ વલસાડ જિલ્લાના પિતા -પુત્રની તપાસ રેલ્વે પોલીસે જારી રાખી હતી. વલસાડ જિલ્લાના અતુલ તાલુકાનાં હરિયા ગામના કમલેશ કાનાભાઇ રાઠોડ (ઉ.વ. ૫૭ )અને તેમનો પુત્ર અજય (ઉ.વ. ૨૪ ) ગત. ૨૧/૪ ના વલસાડ જવા સયાજીનગરી ટ્રેન મારફતે નીકળ્યા બાદ લાપતા થયા હતા. રેલ્વે પોલીસ ગાંધીધામના તપાસનિશ હેડ કોન્સ્ટેબલ નઝીરભાઈ સુલેમાનભાઈ ના જણાવ્યા મુજબ કમલેશભાઈ ખાખી પેન્ટ- શર્ટ જ્યારે અજયે કાળી પેન્ટ પહેરેલી હતી. આ બંને વિશે માહિતી ધરાવનારને રેલ્વે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યુ હતું.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.