ભુજમાં રૂપિયાના મામલે એક મહિલા પર લોખંડના સળીયાથી હુમલો કરાયો.
ભુજ શહેરના માધાપર તરફના ધોરીમાર્ગ ઉપર બાપા સીતારામ મઢૂલી નજીક રૂપિયા બાબતે બોલાચાલી થતાં સોનાબેન રાજુ કરશન દેવીપૂજક ઉપર રાજુ કરશન દેવીપૂજક , વિજય રાજુ દેવીપૂજક , કવિતા વિજય દેવીપૂજક અને કિરણ ગુલાબ દેવીપૂજકે સાથે મળી લોખંડ ના સળિયા વડે હુમલો કર્યો હતો. આ ચારે શખ્સોની સામે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.