રામાણીયા અને બેરાજા ગામે ત્રણ સ્થળેથી કેબલ વાયરની તસ્કરીને તસ્કરો દ્વારા અંજામ અપાયો

મુંદરા તાલુકામાં રામાણીયા અને બેરાજા ગામે ત્રણ સ્થળેથી કેબલ વાયરની ચોરીને તસ્કરો દ્વારા અંજામ અપાયો હતો. મુંદરા પોલીસ સ્ટેશને આ બાબતે નોંધાવાયેલી ફરિયાદ અનુસાર રામાણીયામાં સરકારી કુવાનો રૂ.8,400 નો 70 મીટર કેબલ અને બેરાજામાં પાણીના ટાંકાનો રૂ.3,600 નો 30 મીટર કેબલ. જયારે બેરાજા ખાતે જ હરિશ વરસાણીનો રૂ.2,400 નો 20 મીટર કેબલ તસ્કરી કરી જવાયો હતો. આ બનાવ બાબતે બળવંતાસિંહ ચતુરાસિંહ ગોહિલે ફરિયાદ દાખલ કરાવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.