મિયાણામાં ગામમાં હનુમાનજી મંદિર અને સુરાપુરાદાદાના મંદિરમાંથી તસ્કરી

20180711_130616258195845-7

હળવદ તાલુકાના મિયાણીમા ગામમાં હનુમાનજી મંદિર અને સુરાપુરાદાદાના મંદિરમા ચાંદીના છત્તર, મુર્તિ સહિત દાનપેટીની રોકડ રકમની તસ્કરી કરી તસ્કરો પલાયન થઈ ગયા છે. જ્યારે બનાવના પગલે ગ્રામજનો એકઠાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના મિયાણી તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું હતું. જેમાં હનુમાનજી મંદિર અને સુરાપુરાદાદના મંદિરમાં ચાંદીના છત્તર, મુર્તિ, પિત્તળનો ઘંટ અને દાનપેટીની રોકડ રકમની તસ્કરીને અંજામ આપી તસ્કરો પલાયન થઈ ગયા હતા. જ્યારે બનાવના પગલે ગ્રામજનો મોટી સંખ્યામાં ગ્રામજનો મંદિરમાં પહોચ્યા હતાં અને તસ્કર સામે ભારોભાર રોષ વ્યકત કર્યો હતો. જોકે ઘટનાની જાણ પોલીસને કરતાં ઘટના સ્થળે દોડી તસ્કરોને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હળવદના વિવિધ વિસ્તારમાં થયેલી તસ્કરીના ભેદ હજુ વણ ઉકેલ્યા છે. ત્યારે ગામોમા મંદિરમાં તસ્કરીનો બનાવ સામે આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી. તસ્કરોઓને પકડવા પોલીસે એ જુદી જુદી ટીમોઓ બનાવીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.