ખેરાલુના લુણવામાં રૂ. 25,365 ની મત્તા સાથે 6 શખ્સો પકડાયા


ખેરાલુ તાલુકાના લુણવા ગામે ખાનગી બાતમી આધારે પાડેલા દરોડામાં રૂ.25,365 ની મત્તા સાથે 6 શખ્સોને પકડી પાડ્યા હતા. ખેરાલુ તાલુકાના લુણવા ગામની સીમમાં કેટલાક ઇસમો જુગાર રમતા હોવાની બાતમી મળતાં પીઆઇ સી.બી. ગામીત અને પીએસઆઇ જે.એસ. રબારીએ સ્ટાફ સાથે દરોડો પાડ્યો હતો. જેને પગલે જુગારીઓમાં નાસભાગ મચી હતી. જેમાં પોલીસે 6 ઇસમોઓને ઝડપી રોકડ રકમ રૂ.10,365 અને રૂ.15 હજારના 4 મોબાઇલ મળી કુલ રૂ.25,365 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. ખેરાલુ પોલીસે લુણવા ગામના ઠાકોર જીતુજી અમરાજી અને ઠાકોર કરણસિંહ અમરાજી, ઊંઝાના જગન્નાથપુરા ગામના પટેલ સંજય અરવિંદભાઇ, કહોડાના ડાંગી મોહન બોધાજી અને ઠાકોર અશોકજી ઉર્ફે કાળીયો લક્ષ્મણજીને પકડી પાડીને તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.