ધ્રોલના દારૂના પ્રકરણમાં નાસતા ફરતા શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે તળાવની પાળ પાસેથી ઝડપી પાડ્યો


ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગત વર્ષે દારૂબંધી ભંગનો એક ગુનો દાખલ થયો હતો. જેમાં નાસતા ફરતા શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે તળાવની પાળ પાસેથી ઝડપી પડ્યો હતો. જેને ધ્રોલ પોલીસને સોંપી દીધો હતો. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર ધ્રોલના પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં પ્રોહિબિશન ધારાનો ગુનો દાખલ થયો હતો. જે ગુનામાં પોલીસ તપાસ દરમિયાન શહેરના દિગ્વિજય પ્લોટ-49 માં રહેતા જીગર ઉર્ફે રવિ ઉર્ફે કુશ મનસુખભાઇ નાખવાની સંડોવણી ખુલી હતી. જે ગુનામાં નાસતો ફરતો રહ્યો હોવાનુ જાહેર થયુ છે. જે દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે વેળાએ સ્ટાફના ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ, મહિપાલભાઇ સાદીયા તથા રાજેશભાઇ સુવા સહિતની ટીમને ઉકત ઈસમ વિશે બાતમી મળી હતી. જેના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવી મીગ કોલોની, પાછલા તળાવ પાસથી તેને ઝડપી પાડયો હતો જેનો કબજો પણ ધ્રોલ પોલીસને સુપરત કર્યો હતો. જેથી સ્થાનિક પોલીસે પુછતાછ સાથે આગળની તજવીજ હાથ ધરી છે.