વિસાવદર પાસેથી કારમાંથી 103 બોટલ વિદેશી દારૂ પકડાયો

વિસાવદર નજીકનાં સત્તાધાર ફાટક નજીક પોલીસે વોચ ગોઠવી કારમાંથી 103 બોટલ દારૂ સાથે એક ઈસમને પકડી પાડ્યો હતો. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત અનુસાર વિસાવદર પોલીસનાં હેડ.કો. ડી.ટી.ગઢવીને મળેલી બાતમીનાં આધારે પોલીસ સ્ટાફે વોચ ગોઠવી હતી અને સત્તાધાર રોડ પરથી પસાર થતી કારને અટકાવી તપાસ કરતા વિદેશી દારૂની 103 બોટલ મળી આવી હતી અને વિપુલ ઉર્ફે જીકા અમરાભાઈ ચાંદુની ધરપકડ કરી હતી અને કાર સહિત રૂ.1,66,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દારૂ ક્યાંથી લઈ આવવામાં આવ્યો હતો. અને કોને પહોંચાડવાનો હતો એ મુદ્દે પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. વધુ તપાસ પીએસઆઈ આર.ડી.ડામોર ચલાવી રહ્યાં છે.