મેઘપર-બો.માં યુવાનને ધોકા વડે માર માર્યો

અંજાર પોલીસ સ્ટેશનેથી વરસામેડીના નીલકંઠ હોમ્સમાં રહેતા 34 વર્ષીય નીરવ નવીનગીરી ગુસાઇની ફરિયાદને ટાંકીને મળતી માહિતી અનુસાર રાત્રિના અરસામાં મેઘપર-બો.ના ઓધવ રેસિડેન્સીમાં રહેતા આરોપી ભગીરથસિંહ જાડેજાએ અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી યુવાનને ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે ફરિયાદી યુવાન દ્વારા અંજાર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવામાં આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.