ભુજ શહેર વિસ્તારમાંથી બનાવટી (ભારતીય) ચલણી નોટો તેમજ સોનાના નકલી બિસ્કીટ થી છેતરપીંડી કરતી ટોળકીને બનાવટી ચલણી નોટો તેમજ નકલી સોનાના બિસ્કીટ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલિયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજવાળાઓએ અસમાજિક પ્રવૃતી નાબુદ કરવા તેમજ એએવીઆઇ પ્રવૃતી કરતાં ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી એચ.એમ ગોહિલ સાહેબ તેમજ પોલીસ સબ ઇન્સપેકટરશ્રી આઇ.એચ.હિંગરા સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. દરમ્યાન રાજસ્થાન પોલીસ તેમજ મીલેટ્રી ઇન્ટેલીજન્સ દ્રારા પશ્ચિમ કચ્છ ભુજ પોલીસને હકીકત આપવામાં આવેલ કે, ભુજ શહેરના કેટલાક ઇસમો દ્રારા રાજસ્થાનના લોકોને ભારતીય બનાવટએનઆઇ ચલણી નોટો તથા સસ્તું સોનુ આપવાની વાત ચાલી રહી છે. જે હકીકત આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ દ્રારા હકીકતએનઆઇ ખરાઈ કરી મળેલ હકીકત આધારે વર્ક આઉટ કરી બાતમી હકીકત વાળી જગ્યા એરપોર્ટ રોડ ગાંધીનગરી ખાતે આવેલ દિલાવર કકલના કબ્જા ભોગવટાના મકાને રેડ કરતાં ચાર પુરૂષો તેમજ એક મહિલા રેડ દરમ્યાન મળી આવેલ જેનું નામ ઠામ પુછતા (1) દિલાવર વલીમામદ કકલ, ઉ.વ.37 ધંધો વેપાર રહે. ગાંધીનગરી ભુજ, (2) હાજી વલીમામદ કકલ, ઉ.વ. 48 રહે. ઇમામ ચોક, ગાંધીનગરી એરપોર્ટ રોડ, ભુજ, (3) અકબર અલીમામદ સુમારા, ઉ.વ. 26 રહે. ખ્વાજા ચોક, શંકર મંદિરએનઆઇ બાજુમાં સંજોગનગર ભુજ, (4) જાવેદ ઉર્ફે જાવલો ઈસ્માઈલ બલોચ, ઉ.વ. 40 રહે. રેલ્વેના પાટા પાસે ડોલર હોટલ પાસે ખાવડા રોડ ભુજવાળાઓ હોવાનું જણાવેલ સદર ઇસમોના કબ્જામાંથી નીચે મુજબનો મુદામાલ મળી આવેલ. કબ્જે કરેલ મુદામાલ રોકડા રૂપિયા 39,450, ભારતીય મનોરંજન બેંકના ચીલડ્રન બેંક ઓફ ઈન્ડિયા લખેલ 100,200,500 ના કુપન નંગ 1679, તથા બંડલો નંગ 69, કિંમત, પીળા ધાતુએનઆઇ સોનાનુ પાણી ચડાવેલ બિસ્કીટ નંગ 15, કોરા કાગળોના બંડલો, રૂપિયા 2000ના દરની બનાવટી ભારતીય ચલણી નોટ નંગ 25, મોબાઈલ ફોન નંગ 08 કિંમત રૂ. 90,000, મહિન્દ્રા કંપનીએનઆઇ થાર જીપ રજીસ્ટ્રેશન નંબર GJ 12 DS 2192 કિંમત રૂ.10,00,000, મારૂતી સ્વીફટ કાર, કિંમત રૂ. 7,00,000, વાહનમાંથી મળી આવેલ તલવાર નંગ 1 કિંમત રૂ.200, લોખંડનો પાઇપ નંગ 1 એમ કુલ મુદામાલ કિંમત રૂ. 18,19,650, મળી આવેલ અને નાશી જનાર આરોપીઓ રમજુ કાસમ શેખડાડા, રહે. શેખ ફળિયું, ભુજ, મામદ હનીફ જુમા શેખ, રહે. શેખ ફળિયું, ભુજ. જેથી સદરહુ આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા સારૂ એક સંપ કરી લોકોને સસ્તું સોનુ આપવાની લાલચમાં ફસાવી અસલી સોનાના બિસ્કીટના બદલે સોનાનુ પાણી ચડાવેલ બિસ્કીટ તૈયાર કરાવી તેમજ ચિટિંગ સમયે લોકોને ભારતીય ચલણના રૂપિયા આપવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તો ચિલ્ડ્રન બેંકના કુપનના બંડલો ઉપર એક-એક અસલી નોટ રાખી લોકો સાથે છેતરપિંડી કરવાના ઇરાદે તેમજ ભારતીય અર્થતંત્રને આર્થીક રીતે નુકશાન કરવા સારૂ ભારતીય બનાવટની ચલણી નોટો રાખેલ હોય, અને કોઈ વ્યક્તિઓની ઠગાઇ કરવાની કોશિશ કરતાં મળી આવેલ હોય જેથી રેડ દરમ્યાન હાજર મળી આવેલ તેમજ રેડ દરમ્યાન નાશી ગયેલ તમામ આરોપીઓ વિરૂધ્ધ ભારતીય બનાવટની નકલી ચલણી નોટો રાખવા સબબ તેમજ લોકો સાથે સસ્તા સોનાના નામે વિશ્વાસઘાતની કોશિશ સબબ તેમજ પોલીસ રેડ દરમ્યાન પોલીસની કાયદેસરની કાર્યવાહીમાં રૂકાવટ કરતાં સબબ તેમજ મારક હથિયાર રાખવા સબબ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.