ભુજના ખૂનના કેસમાં દોઢ મહિનાથી ગુનેગાર ના પકડાતાં ફરિયાદ.
ભુજ તા ૨૬ : શહેરમાં કેમ્પ વિસ્તારમાં મામદ કાસમ સુરંગી નામના યુવાનની હત્યાના બનાવમાં પોલીસ આરોપી સાજિદ અનવર સમેજાને પકડતી ન હોવાથી ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરાઇ હતી. શહેરમાં કેમ્પ વિસ્તારમાં પઠાણ ફળિયા ખાતે રહેતા આરીફ અલીમામદ સુરંગી તથા અન્યો દ્વારા એસ.પી. સમક્ષ આ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા દોઢ મહિનાથી ન પકડાતા આ ગુનેગાર દ્વારા સમાધાન કરવા માટે દબાણ થઇ રહ્યું છે. અને સાક્ષીઓ ફોડવા પણ પ્રયાસો થઈ રહ્યા છે. તેવું રજૂઆતમાં જણાવ્યુ હતું અને તત્કાલિક તેની અટક માટે માંગણી કરાઇ હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.