રાપર તાલુકાના આડેસરમાં ચૂંટણીનું મનદુ:ખ રાખી આધેડ ઉપર ચાર શખ્સોએ આધેડ ઉપર લોખંડના પાઈપ વડે હુમલો


રાપર તાલુકાના આડેસર ગામમાં ગ્રામ પંચાયત ચૂંટણીનું મનદુ:ખ રાખી ચાર ઇસમોએ આધેડ ઉપર હુમલો કર્યો હોવાનો બનાવ પોલીચ ચોપડે નોંધાયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો અનુસાર આ બનાવ બપોરના અરસામાં આડેસર ભીમાસર રોડ ઉપર લોહાણા સમાજની વાડી પાસે બન્યો હતો. લખાગઢના રહેવાસી ફરિયાદી બાબુભાઈ ભચાભાઈ આહીર આડેસર ખાતે ઊભા હતા. આ દરમ્યાન આરોપીઓ અરજણ વેરશી આહીર, નવીન અમરત સાધુ, નાથાભાઈ વેરશીભાઈ આહીર, બબાભાઈ વેરશીભાઈ આહીરે લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીને’ જમણા પગમાં ઘૂંટણના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઈસમ અરજણ વેરશી આહીરે મને ચૂંટણીમાં મત કેમ ન આપ્યો તેમ કહી હુમલો કર્યો હતે. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.