અંજાર -ગાંધીધામમાં દારૂના દરોડા : બે શખ્સો ઝડપાયા.
ગાંધીધામ,તા. ૨૭ : અંજારના સવાસર નાકા પાસેથી પોલીસે એક શખ્સને રૂ. ૫૨૫૦ ના દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે એક શખ્સ નાશી ગયો હતો. તેમજ ગાંધીધામના ગણેશનગર માથી રૂ. ૯૦૦ ના શરાબ સાથે એક શખ્સને દબોચી લેવાયો હતો. અંજારના સવાસર નાકા પાસેથી નંબર વગરની બાઇક પર શરાબ લઈને જતાં આશિષ ઉર્ફે સચલો વિનોદ પંડ્યા (મારાજ ) નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. જ્યારે સુનિલ બારોટ નામનો શખ્સ નાશી જવામાં સફળ રહ્યો હતો. ઝડપાયેલા શખ્સ પાસેથી રૂ. ૫૨૫૦ ની ૧૫ બોટલ દારૂ હસ્તગત કરાયો હતો. ગાંધીધામના ગણેશનગર સેકટર-૭ માં પ્લોટ નં-3 માં રહેતા કુલદીપ લખુ મહેશ્વરી નામના શખ્સને દબોચી લઈ પોલીસે તેની પાસેથી રૂ. ૯૦૦ ની 3 બોટલ કબ્જે કરવામાં આવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.