ઝુંડાલ ગામ નજીક ટ્રેક્ટરની ટક્કરે બાઇકચાલક યુવકનું મૃત્યુ

ઝુંડાલ ગામ પાસે લાકડા ભરેલા ટ્રેક્ટરની ટક્કરથી બાઇકચાલક યુવકનુ મૃત્યુ નીપજયું હતુ. યુવક અડાલજ તરફથી ચાંદખેડા તરફ જઇ રહ્યો હતો. તે સમયે બનાવ બન્યો હતો. અકસ્માતનો બનાવ જ લોકોના ટોળાં એકઠાં ગયા હતા અને અકસ્માતના બનાવને પગલે આસપાસના લોકોએ એમ્બ્યુલન્સને તાત્કાલિક ફોન કરતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થતા અડાલજ પોલીસ સ્ટેશનમા ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો. મળતી માહિતી અનુસાર જીતેન્દ્રસિંહ સરદારસિંહ વાઘેલા (રહે, વાવોલ) તેનુ બાઇક નંબર જીજે 18 સીઇ 6207 લઇને અડાલજ તરફથી ચાંદખેડા તરફ જઇ રહ્યો હતો. તે સમયે યુવક ઝુંડાલ ગામ પાસે બાઇક લઇને પહોંચ્યો હતો. તે દરમિયાન એક લાકડા ભરેલુ ટ્રેક્ટર નંબર જીજે 06 પી 9157ના ચાલકે પુરપાટ ઝડપે હંકાર્યુ હતુ અને એકા એક ટર્ન મારતા બાઇકને ટક્કર વાગી હતી. જેમા યુવક જીતેન્દ્રસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને લઇને રોડ ઉપર અનેક લોકો એકઠા થઇ ગયા હતા. જેમાથી એક અજાણ્યા યુવકે ઇજાગ્રસ્ત યુવકના સબંધીને ફોન કરતા તેના ભાઇ અને પિતા દોડી આવ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે પહેલા ચાંદખેડા અને ત્યારબાદ અમદાવાદ સિવિલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં મોડી રાત્રિના અરસામાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવકનુ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ. જેને લઇને મૃતકના ભાઇએ અડાલજ પોલીસ સ્ટેશનમા ટ્રેક્ટર ચાલક સામે ગુનો લખાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અકસ્માત કરનાર ટ્રેક્ટર ચાલક પલાયન થઇ ગયો હતો.