વાવોલમાં સહજાનંદ સ્કાયલાઇન સાઇટ પરથી 74 હજારની મત્તાની તસ્કરી

વાવોલમા નવી બની રહેલી બાંધકાંમ સાઇટ પર તસ્કરો ત્રાટક્યા હતા. સાઇટની ઓફિસમાં રાખવમા આવેલી ટીવી સહિત ભગવાનની મૂર્તિઓની તસ્કરી કરી 74 હજારની માલમત્તાની તસ્કરી કરી ફરાર થઇ ગયા હતા. જેને લઇને સાઇટ સુપરવાઇઝરે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમા તસ્કરીની ફરિયાદ કરતા તજવીજ હાથ ધરી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર વિકાસ વિષ્ણુભાઇ પ્રજાપતિ (રહે, વાવોલ, નારાયણનગર) સહજાનંદ સ્કાયલાઇન સોસાયટીની કામગીરી ચાલી રહી છે. જેને લઇને સાઇટ ઉપર ઓફિસ બનાવી છે. ઓફિસમાં ભગવાનનુ મંદિર અને ટીવી સહિતનો સામાન મુકવામા આવેલો છે. ત્યારે સાઇટની ઓફિસમા રાત્રિના અરસા દરમિયાન અજાણ્યા ચોર પ્રવેશી તેમાથી નીલકંઠ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ કિંમત 14 હજાર, 50 ઇંચની ટીવી કિંમત 50 હજાર, મોબાઇલ ફોન સહિત 74 હજારની તસ્કરી કરી ગયો હતો. જેને લઇને સેક્ટર 7 પોલીસ સ્ટેશનમા તસ્કરીની ફરિયાદ લખાવી હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.