કચ્છમાં મેધરાજાનું આગમન -મુંદ્રામાં ધમાકેદાર એન્ટ્રી કરી.
કચ્છમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે ભારે ઉકળાટ હતો અને લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. તે વચ્ચે આજે મુન્દ્રા વિસ્તારમાં મેઘરાજાએ આજે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેના પગલે કોટ વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી. સવારથી જ ભારે ઉકળાટ વચ્ચે ઝરમર વરસાદ ચાલુ થયો હતો અને ત્યારે પછી વરસાદે જોર પકડતા લોકોમાં આનંદ ફેલાઈ હતી. આશરે અડધો ઇંચ જેટલો વરસાદ મુન્દ્રામાં પડ્યો હોવાનું અનુમાન હતો. બે દિવસ પહેલા ભુજમાં ઝરમર વરસાદ સાથે વરસાદના પગરણ કર્યા હતા. ત્યારે આજે મુન્દ્રામાં પણ વરસાદ પડતાં કચ્છમાં હવે વરસાદની એન્ટ્રી થાય તેવી શક્યતા છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.