ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ભીડનાકા પાસેથી ચાર માસ અગાઉ થયેલ ચોરીના ગુનાના ત્રણ આરોપીઓને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ દ્રારા ઝડપી પાડવામાં આવ્યા છે

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ રેન્જ, ભુજ તથા શ્રી સૌરભસીંઘ સાહેબ, પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ, ભુજનાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન. પંચાલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ વણશોધાયેલ ગુન્હાઓ શોધવા માટે જરૂરી સુચના આપેલ. જે અનુસંધાને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સશ્રી ડી.આર. ચૌધરીનાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ગઈ તા. 21/01/2022 ના રોજ પો.હેડ.કોન્સ. મયુરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ ડી જાડેજા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે શાકીર મેમણ રહે. મેમણ કોલોની, ભુજ વાળો જે અમનગર ચાર રસ્તા પાસે કોઈ કોગ્રીઝેબલ ગુનો કરવાના ઇરાદે ફરે છે અને આ શાકીરે ભુજમાં અલગ-અલગ જગ્યાએથી મોટર સાયકલ ચોરીને અંજામ આપેલ છે. જેથી મજકુર ઇસમને અમનગર ચાર રસ્તા પાસેથી રાઉન્ડઅપ કરી પોલીસ સ્ટેશન લાવી મજકુર પર જી.પી એક્ટ કલમ 122 (સી)મુજબ કાર્યવાહી કરેલ અને મજકુર ઇસમની યુક્તિપ્રયુકતીથી પુછપરછ કરતાં પોતે કેમ્પ એરીયા ભુજના રહેતો અસગરઅલી ઉર્ફે અરમાન સૈયદ ભુજવાળા સાથે મળી ભુજ શહેર વિસ્તારમાં જુદી-જુદી જગ્યાએથી કુલ્લે 04 મોટર સાયકલ ચોરેલાની કબુલાત આપતો હોઈ જેથી મજકુર ઈસમ અલીઅસગર ઉર્ફે અરમાન અકબશા સૈયદને કેમ્પ વિસ્તારમાંથી રાઉન્ડઅપ કરી બંને ઇસમો પર સી.આર.પી.સી.કલમ 41(1) (ડી) મુજબ અટક કરી મજકુર આરોપીઓ પાસેથી ત્રણ સ્પલેન્ડર મોટર સાયકલ રીકવર કરવામાં આવેલ તથા મજકુર આરોપી શાકીર હમીદ મેમણે કેમ્પ એરીયા ભુજમાં રહેતો હનીફ અબ્દુલ ખલીફા સાથે મળીને આજથી 4 માસ અગાઉ ભીડનાકા આઝાદચોક પાસે શ્રીજ્યા એજન્સીના વેપારીને છરી બતાવીને રોકડા રૂ.27,000 તથા 2 મોબાઈલ ફોનની ચીલઝડપ કરેલાની કબુલાત આપેલ છે. નીચે મુજબના ગુના ડીટેક્ટ કરેલ છે. તથા આગળની કાર્યવાહી સારૂ મજકુર ઇસમને ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને સોપવવામાં આવેલ છે.04 મોટર સાયકલમાંથી 03 મોટર સાયકલ આરોપીઓ પાસેથી રીકવર કરવામાં આવેલ છે. તથા મજકુર આરોપીઓએ માંડવીમાં રહેતા પોતાના ઓળખીતાઓને 1 મોટર સાયકલ વેચી નાખેલ હતી. તે મોટર સાયકલ માંડવી પોલીસ સ્ટેશન ખાતે માંડવી પોલીસ દ્રારા સી.આર.પી.સી કલમ 102 મુજબ કબ્જે કરેલ છે. આ કામગીરી પ્રો.પો ઇન્સશ્રી ડી.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. પંકજકુમાર આર.કુશવાહા તથા પો.હેડ.કોન્સ. મયુરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ શક્તિસિંહ વી જાડેજા એ તથા પૃથ્વીરાજસિંહ જાડેજા રીતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાય સફળ કામગીરી કરેલ.