ગાંધીધામના જવાહરનગરમાં જુગાર રમતા 6 ઇસમો ઝડપાયા

ગાંધીધામના જવાહરનગર પાસે આવેલા બેન્સાની બહાર જુગાર રમી રહેલા 6 ઇસમોને બી ડિવિઝન પોલીસે રૂ. 17,000 રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે, જવાહરનગર પાસે આવેલા રાધે ટીમ્બરના બેન્સાની બહાર અમુક શખ્સો જુગાર રમી રહ્યા હતા. આ બાતમી આધારે ત્યાં દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલા આઇનુલ મકબુલ હક, અબ્દુલ અજીજ સર્જબઅલી, આંકડ મીરઅલી અબ્દુલસલામ, આંક્ડ સહેદુલ જૈનુલાબ્દીન ઇસ્લામ, સોહીદુલ જૈનુલાબ્દીન ઇસ્લામ અને રહેમાનઅલી મોઈનાલને રૂ. 17,300 રોકડ રકમ, 5 મોબાઈલ ફોન મળી કુલ રૂ.27,800 ના મુદામાલ સાથે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.