મેઘપરની એક મહિલાના પતિનું અકસ્માતમાં થયેલ મૃત્યુનું વળતર ન મળતા ત્રસ્ત મહિલાએ આત્મવિલોપનની ચીમકી.
ભુજ તા. ૨૮: પતિના અકસ્માત મૃત્યુના બનાવમાં મજૂર અદાલતનો હુકમ છતાં વેર હાઉસિંગ કોર્પોરેશન દ્વારા વળતરની રકમ ન ચૂકવતા ત્રસ્ત બનેલી મૃતકની પત્ની મેઘપર બોરીચીના રહિમાબાઈ સીધિક રાયમાએ આત્મવિલોપન કરવાની તૈયારી બતાવી છે. રહિમાબેન રાયમાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને તેમાં સમગ્ર બનાવોની વિગતો જણાવતા પોતાને ન્યાય અપાવવા માંગણી કરી હતી. તો આગામી સાત દિવસમાં વળતરની રકમ ચૂકવવામાં ન આવે તો પોતે આગામી તા ૧૭/૭ ના બપોરે બાર વાગ્યે અંજાર મામલતદાર કચેરીની સામે આત્મવિલોપન કરશે તેવી તૈયારી બતાવી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.