કુકમામાં ગંજીપાના સથવારે શ્રાવણ શરૂ કરનારી ૮ મહિલા ઝડપાઇ.

ભુજ, તા. ૨૮ : તાલુકાનાં કુકમાં ગામે દાતારપીર સોસાયટી ખાતે શ્રાવણ મહિનાની આગોતરી ઉજવણી ગંજીપાના અને તીનપતિ સાથે શરૂ કરનારી ૮ મહિલા પોલીસદળે જિલ્લાસ્તરેથી કરેલી કાર્યવાહીમાં કાયદાની ઝપટે ચડી હતી. આ રેઇડ દરમ્યાન રૂ. ૧૭ હજાર રોકડા કબ્જે કરાયા હતા. કુકમાં ગામે દાતારપીર સોસાયટી ખાતે ધનુબેન ડાયા અરજણ આહિરના મકાનની બહાર ખુલ્લી જગ્યામાં આરોપી મહિલાઓ ગંજીપાના વડે તીનપત્તિ નો હારજીતનો જુગાર રમી રહી હતી ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ જાણકારીના આધારે આજે સંધ્યા સમયે આ સફળ રેઇડ પાડી હતી. સત્તાવાર સાધનોએ આ વિશેની વિગતો આપતા જણાવ્યુ હતું કે આ બનાવમાં જેની ધરપકડ કરાઇ છે તે આઠ મહિલામાં ધનુબેન આહીર ઉપરાંત આ જ સોસાયટીમાં રહેતા ભચીબેન ઉર્ફ ભાવનાબેન વિઠ્ઠલદાસ પચાણભાઇ મહેશ્વરી, આરતીબેન શંભુ કરશન આહીર અને મેસીબેન શામજી કરશન આહીર ઉપરાંત માધાપરના મણિબેન અરજણ કારા બાલાસરા, કુકમાના રહિમાબેન બુઢા જુમા સોરા,દાતરપીર સોસાયટીમાં રહેતા લક્ષ્મીબેન શામજી ભીમજી મહેશ્વરી અને સોનબાઈ મિસરી મામદ નોડેનો સમાવેશ થાય છે. આ મહિલાઓ પાસેથી રૂ. ૧૭ હજાર રોકડા કબ્જે કરાયા હતા. અને તેની સામે વિધિવત ગુનો દાખલ કરાવાયો હતો.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *