ભુજમાં વૃદ્ધને ભત્રીજા અને સાળાએ સાથે મળીને માર માર્યો.
ભુજ તા. ૨૮ : શહેરમાં સરપટનાકા બહાર પોલીસદળના ૩૬ ક્વાટર્સ પાસે ગત રાત્રે રાજકુમાર જગદીશ મકવાણા (ઉ.વ. ૪૫ )ને તેના સાળા અને ભત્રીજાએ સાથે મળીને માર માર્યો હોવાનો બનાવ બહાર આવ્યો હતો.શાકભાજી માર્કેટ નજીક બનેલી આ ઘટના મુદ્દે હુમલાખોર તરીકે ભોગ બનનારે પોલીસ સમક્ષ તેના સાળા ઓગેશ રમેશ તથા ભત્રીજા અરુણ મકવાણાના નામ લખાવ્યા હતા. રાજકુમારને સારવાર અર્થે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાની માહિતી પોલીસ સાધનો એ આપી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.