કડીના રાજપુર ગામેથી જુગાર રમતા 6 ઇસમો પકડાયા

નંદાસણ પોલીસે કડી તાલુકાના રાજપુર ગામે દરોડો પાડી જુગાર રમતા 6 ઇસમોને રૂપિયા 22,800 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. 6 જુગારીઓ વિરુદ્ધ નંદાસણ પોલીસ સ્ટેશનમાં જુગારધારા અને મહામારી અધિનિયમ હેઠળ ગુનો દાખલ થયો છે. નંદાસણ પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે કડી તાલુકાના રાજપુર ગામે ચકલાવાળા ઠાકોરવાસમાં જુગાર રમાઇ રહ્યો છે. જેને આધારે પોલીસે રદરોડો પાડતા જુગાર રમતાં અલ્પેશજી રમણજી ઠાકોર, બાબુજી અમાજી ઠાકોર, પોપતજી કાળાજી ઠાકોર, ઘનશ્યામજી ભરતજી ઠાકોર, છનાજી કાળાજી ઠાકોર, તુષાર દીપકભાઈ રામાનંદીને પકડી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા 22,800 નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા 6 ઇસમો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં જુગારધારા અને મહામારી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ધરી છે.