અંતરજાળ ગામમાંથી ગરમ મસાલામાં વપરાતા કાળા મરી 1325 કિ.ગ્રા રૂ.6,62,500 નો બિલ આધાર વગરનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છ ગાંધીધામ

બોર્ડર રેન્જ આઈ.જી.પી. શ્રી જે.આર.મોથલીયા સાહેબશ્રી સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પુર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓના બનાવો શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ અને ગેરકાયદેસર પ્રવૃતિ થતી અટકાવવા સારૂ એલ.સી.બી ની ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી અને આદિપુર મુન્દ્રા સર્કલ પાસે આવતા મળેલ બાતમી હકીકત આધારે અંતરજાળ જલારામ નગર 2 ની બાજુમાં આવેલ મકાનમાં ગેરકાયદેસર રીતે ચોરી અથવા છળકપટથી મેળવી સંગ્રહ કરી રાખેલ ગરમ મસાલાના ઉપયોગમાં લેવાતા કાળા મરીના જથ્થા સાથે બે ઇસમો મળી આવતા તેમને પીએકેએડીઆઇ પાડી તેમના કબજાના મકાનમાંથી નીચે જણાવ્યા મુજબનો મુદામાલ સી.આર.પી.સી  41(1)ડી તળે અટકાયત કરી આગળની કાર્યવાહી માટે આદિપુર પોલીસ સ્ટેશનને સોપાવામાં આવેલ છે. ગરમ મસાલાના કાળા મરી કુલ 1325 કી.ગ્રા.કિંમત રૂ.6,62,500ના કબ્જે કરેલ મુદામાલ સાથે        પકડાયેલ આરોપીઓ હરેશ ઉર્ફે દેવજી વાલજીભાઈ આગરીયા ઉ.વી. 23 રહે. જલારામનગર 2 ની બાજુમાં અંતરજાળ તા. ગાંધીધામ, મયુરભાઈ શંભુભાઈ હેઠવાડીયા ઉ.વ. 31 રહે. કામધેનુ 3 અંજાર.આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર કે.એન. સોલંકી નાઓ સાથે રહી એલ.સી.બી.સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.