માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામ પાસે 18 બોટલ દારૂ ઝડપાયો : આરોપી ન મળ્યો

માંડવી તાલુકામાં મોટા ભાડિયા ગામ પાસે સ્થાનિક પોલીસે રહેણાંકના મકાનમાંથી 18 બોટલ દારૂ  ઝડપી લીધો હતો. આ દરોડા સમયે આરોપી ઘરમાલિક મનોજાસિંહ ઉર્ફે મનીયો મનુભા જાડેજા હાથમાં આવ્યો ન હતો. પોલીસ સુત્રોએ આપેલી માહિતી અનુસાર રાત્રિના અરસામાં માંડવી પોલીસે બાતમીના આધારે આ દરોડો પાડયો હતો. આરોપીના રહેણાંકના મકાનમાંથી અંગ્રેજી પ્રકારના દારૂની 18 બોટલ મળી આવી હતી. દરોડા સમયે હાજર ન મળેલા આરોપી સામે ગુનો દાખલ કરી તેને પકડવાના પ્રયાસો હાથ ધરાયા છે.