મહેસાણાના નુગર સર્કલ પાસેથી તસ્કરીના બાઈક સાથે મંડાલી ગામનો ઈસમ પડકાયો

મહેસાણા શહેરમાં તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઈક તસ્કરી કરી પલાયન થયેલો ઈસમ આખરે પોલીસ સકંજામાં આવી ગયો છે. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે બાઇક તસ્કરને મહેસાણા બાયપાસ પાસેથી ઝડપી પાડ્યો હતો. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એસ.બી ઝાલા અને તેમની ટીમ મહેસાણા ખાતે પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે, એક શખ્સ તસ્કરીના બાઈક સાથે મોઢેરા ગામ બાજુથી નુગર સર્કલ પાસેથી પસાર થનાર છે. બાતમી અનુસાર મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી. ત્યારે એક ઈસમ લાલ કલરનું પલ્સર બાઈક લઈને નીકળતા તેને પકડી પાડ્યો હતો. પકડાયેલો ઈસમ મિસ્ત્રી ચિરાગ જે બેચરાજી તાલુકાના મંડાલી ગામનો હોવનું જણાવ્યું હતું. જ્યાં પૂછપરછ દરમિયાન અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી બાઇક તસ્કરી કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.