વાંકાનેરના મક્તાનપર ગામની સીમમાંથી અંગ્રેજી દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો
વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામની સીમમાં વાડીના રસ્તેથી પોલીસે અંગ્રેજી દારૂની બોટલ સાથે એક શખ્સને પકડી પાડીને વધુ તપાસ ચલાવી છે. વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મક્તાનપર ગામની સીમમાંથી આરોપી અજીત દિનેશભાઈ રાતૈયા નામના શખ્સને અંગ્રેજી દારૂની ૦૧ બોટલ સાથે પકડીને મુદામાલ કબ્જે કરી કાયદેસરની તજવીજ હાથ ધરી છે.