વાંકાનેર તાલુકાના માટેલ રોડ પરથી બાઈકમાં દેશી દારૂની હેરાફેરી કરનાર ઈસમ પકડાયો

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પરથી બાઈકમાં દેશી દારૂનો જથ્થો લઇ જતા શખ્સને પકડી પાડીને પોલીસે દેશી દારૂ અને બાઈક સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માટેલ રોડ પર સીમ્બોસા સિરામિક પાસેથી પસાર થતા બાઈકને આંતરી પોલીસે તલાશી લેતા દેશી દારૂ ૧૪૦ લીટર કિંમત રૂ.૨,૮૦૦ મળી આવતા પોલીસે વેચાણ કરવાના ઈરાદે રાખેલ દેશી દારૂનો જથ્થો અને બાઈક સહીત કુલ રૂ.૧૨,૮૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો છે અને બાઈકમાં સવાર આરોપી જયંતીભાઈ દેવીપુજક રહે માટેલ વાળાને પકડી પાડ્યા છે અને પ્રોહીબીશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.