રૂરલ ક્રાઇમ બ્રાંચે દારૂની 35 બોટલ સાથે બે શખ્સો ઝડપાયા
રાજકોટ,ઉપલેટાના ધોરાજી દરવાજા પાસે રહેતા સાહિલ સલીમ સુમરા અને શાહનવાઝ ઉર્ફે સાનુડો સલીમ હીંગોરને રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચે દારૂની 35 બોટલ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે રૂ.10,500 ની કિંમતનો દારૂ અને મોબાઇલ ફોન મળી રૂ.15,500નો મુદામાલ સહિતના રહેણાંક મકાનમાંથી કબ્જે કર્યો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે